ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય બાદ કર્ણાવતી મહાનગર ખાતે CMની ઉપસ્થિતિમાં ઉજવણી
મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ અમદાવાદ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો એકઠા થયા. આ દરમ્યાન ઢોલ નગારા સાથે ગરબા ગાઈને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કાર્યકર્તાઓનું કહેવું છે કે પીએમ મોદીએ સાર્વજનિક રેલીઓ કરી અને લોકોને અપીલ કરીઆ ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામમાં ભાજપનો વિજય થયો છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં ભાજપની થયેલી જીતની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે.
5 / 5
ખાસ કરીને ગુજરાતના તમામ કાર્યાલયો પર પણ ઉજવણી કરવામાં આવી રહી છે. કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાનપુર ખાતે CM પહોંચ્યા હતા જે દરમ્યાન લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.