
વલસાડમાં હેલિકોપ્ટરની મદદથી પૂરમાં ફસાયેલા બે યુવકને બચાવવામાં આવ્યા. દમણ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી બંને યુવકોને દોરડુ બાંધીને ઉપર ખેંચ્યા. પૂરમાં લાંબા સમયથી ફસાયેલા બે યુવકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સ્થાનિકોએ કોસ્ટગાર્ડને જાણ કરતા જ હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યૂ કરીને બંને યુવાનોને સલામત બચાવી લેવામાં આવ્યા હતા.

બોડેલી તાલુકામાં વરસેલી આકાશી આફત સમયે માનવતા મહેકી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બોડેલીના PSI એ.એમ.સરવૈયા વીડિયોમાં જોવા મળ્યા હતા જેઓ પાણીમાં ઉતરીને ફસાયેલવા લોકોને સુરક્ષિત સ્થળે પહોચ્યા હતા. આ કામગીરીનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ઘણો વાઇરલ થયો હતો અને લોકો દિલથી આ પોલીસકર્મીને સલામ કરી રહ્યા હતા.
Published On - 5:32 pm, Tue, 12 July 22