
સાબરકાંઠા જિલ્લામાં પણ આવી જ રીતે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને DySP સહિતના અધિકારીઓની સાથે પોલીસ રુટ માર્ચ યોજવામાં આવી છે.

જિલ્લામાં મોટાભાગના શહેરોમાં પોલીસના અધિકારીઓ દ્વારા આ પ્રકારે પોલીસ માર્ચ રુટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્થાનિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગર શહેરમાં A અને B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માર્ચ રુટ યોજવામાં આવેલ, જેમાં SP, DySP, સહિત LCB અને SOGની ટીમો પણ જોડાઈ હતી.

શહેરના છાપરીયા થી રુટ માર્ચ શરુ કરીને શનિવારે સાંજે ન્યાયમંદિર સુધી યોજાઈ હતી. સોમવારે શહેરમાં આ વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા અનેક આયોજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કરવામાં આવ્યા છે.