
અહીં મુસાફરોને બે એન્ટ્રી પોઈન્ટ દ્વારા એન્ટ્રી મળશે, જ્યારે 6 ચેક-ઈન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.એરપોર્ટના વેઈટિંગ હોલમાં 200 મુસાફરો બેસી શકશે.તેના 400 મીટર વિસ્તારમાં માત્ર ટર્મિનલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય તેની પાસે 2500 મીટર લાંબો રનવે છે. આ એરપોર્ટ ખાસ કરીને બૈદ્યનાથ ધામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જેથી કરીને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે સરળતાથી દર્શન કરી શકાય. તેથી, એરપોર્ટ કેમ્પસમાંથી જ કેબ અને ઓટો સરળતાથી ઉપલબ્ધ છે.

પર્યટન સાથે જોડાયેલા નિષ્ણાંતોનું માનવું છે કે, આ એરપોર્ટ ટુરિઝમની દૃષ્ટિએ ઘણું મહત્વનું સાબિત થશે. તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને શ્રદ્ધાળુઓ માટે અહીં પહોંચવામાં સરળતા રહેશે. સુવિધાઓમાં વધારો થવાને કારણે બાબાના દર્શનાર્થે આવનારા લોકોની સંખ્યામાં વધારો થતાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.