
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ 50 ઓવરની રમતને અંતે 240 રન નોંધાવીને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ તોફાની 47 રન, વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી નોંધાવી હતી. સૂર્યાએ નિરાશ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં જ 241 રનનુ લક્ષ્ય ચાર વિકેટ ગુમાવીને પાર કરી લીધુ હતુ. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વધુ એક વાર વિશ્વ ચેમ્પિયન બન્યુ હતુ. ટ્રેવિસ હેડે સદી અને માર્નસ લાબુશેને અડધી સદી નોંધાવી હતી.