
પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા હતા. સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ દીપ પ્રગટાવ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલા આખો સમય તેમની સાથે જોવા મળ્યા હતા.

જ્યારે પીએમ મોદી સંસદમાં સેંગોલ લગાવી રહ્યા હતા ત્યારે લોકસભા સ્પીકર પાછળ ઉભા હતા. પીએમ મોદીએ તેમને ઈશારામાં બોલાવ્યા. ત્યારબાદ ઓમ બિરલા પીએમ મોદી સાથે આવ્યા હતા. સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ તમામ સાધુઓને પ્રણામ કર્યા. સંતોએ પીએમ મોદીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા.