PM મોદી વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીનને મળ્યા, યુવા સ્ટારે શેયર કરી સેલ્ફી

|

Jun 01, 2022 | 10:55 PM

નિખતે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર શેયર કરી છે. તસવીરમાં તે પોતાના હાથમાં ગોલ્ડ મેડલ પકડેલી જોવા મળી રહી છે.

1 / 5
ભારતીય સ્ટાર બોક્સર નિખત ઝરીન (Nikhat Zareen) બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન બનીને પરત ફરેલી નિખત માટે તાજેતરમાં જ ઘણા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે પીએમ મોદીએ તેને ખાસ મીટિંગ માટે બોલાવી છે. (ANI)

2 / 5
 નિખતની સાથે વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા મનીષા મૌન (57 કિગ્રા) અને નવોદિત પરવીન હુડા (63 કિગ્રા) પણ આ પ્રસંગે હાજર હતા. પીએમ મોદીએ ત્રણેય બોક્સરો સાથે સમય વિતાવ્યો અને તેમને અભિનંદન પાઠવ્યા. PM એ ખેલાડીઓની જર્સી પર સંદેશ પણ લખ્યો હતો. (ANI)

3 / 5
નિખતે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર શેયર કરી છે. તસવીરમાં તે પોતાના હાથમાં ગોલ્ડ મેડલ પકડેલી જોવા મળી રહી છે. તેણે તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે 'માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળવાની તક મળી. આભાર સર', (નિખત ઝરીન ટ્વિટર)

4 / 5
19 મેના રોજ ઈસ્તાંબુલમાં આયોજિત મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપની 52 કિગ્રાની ફાઈનલમાં નિખત ઝરીને થાઈલેન્ડની જિતપોંગ જુટામાસ સામે 5-0થી આરામદાયક જીત નોંધાવી હતી. તે વિશ્વ ચેમ્પિયન બનનાર માત્ર પાંચમી ભારતીય બોક્સર છે. મહિલા જુનિયર અને યુથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2011માં ગોલ્ડ મેડલ જીતનારી ઝરીનને કેટલીક વખત મેરી કોમના સતત પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી તકો મળી ન હતી. (ANI)

5 / 5
તેલંગાણા સરકારે નિખત ઝરીનને 2 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. એક સત્તાવાર રિલીઝ મુજબ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે શહેરના બંજારા હિલ્સ અથવા જ્યુબિલી હિલ્સમાં નિખતને રહેણાંક પ્લોટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

Published On - 10:55 pm, Wed, 1 June 22

Next Photo Gallery