TV9 GUJARATI | Edited By: Utpal Patel
Jul 02, 2023 | 8:30 AM
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયના આગેવાનો, સ્વ-સહાય જૂથોના નેતાઓ, PESA સમિતિઓ અને મધ્યપ્રદેશના શાહડોલના પકરિયા ગામમાં ગ્રામીણ ફૂટબોલ ક્લબના કેપ્ટન સાથે મુલાકાત કરી.
રાજ્યમાં નામ કમાવનાર સ્વ-સહાય જૂથોની મહિલાઓ અને ફૂટબોલરોને પકરિયા ગામમાં બોલાવવામાં આવ્યા હતા, જેથી તેઓ પીએમને મળી શકે. પીએમે આદિવાસી સમુદાયના લોકો સાથે પંચાયત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.
પીએમએ આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને પંચાયત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન પીએમ સાથેની ચર્ચામાં વિંધ્ય ક્ષેત્રના મહત્વના આદિવાસી નેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ પણ પહોંચી હતી. પીએમ પણ લોકોની વચ્ચે ખાટલા પર બેઠેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોના સંઘર્ષની વાતો પણ સાંભળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાકરીયા ગામ પહોંચતા આદિવાસી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તસવીરમાં જોઈ શકાય છે કે આદિવાસી ભાઈ-બહેનો વડાપ્રધાન મોદીની વાત કેટલી ધ્યાનથી સાંભળી રહ્યા છે.
પીએમ મોદીના સ્વાગત માટે આદિવાસી સમુદાયના લોકોએ પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. લોકો પરંપરાગત વેશભૂષામાં નાચતા જોવા મળ્યા હતા.
તસવીરમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાટલા પર બેઠા છે અને તેઓ આદિવાસી ડાન્સની મજા માણી રહ્યાં છે. પીએમએ શાહડોલમાં નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન 2047ની પણ શરૂઆત કરી હતી.
પીએમ પણ પાકરીયા ગામમાં બાળકો સાથે જોવા મળ્યા હતા. તેમણે બાળકોની સુખાકારી વિશે પૂછપરછ કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. તસવીરમાં પીએમ એક બાળક સાથે વાત કરતા જોઈ શકાય છે. (ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારતવર્ષ)