
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2016માં તેમના 64 માં જન્મદિવસે માતુશ્રી હીરાબાના નિવાસે જઇને આશીર્વાદ લીધા હતા અને સ્વજનોને સ્નેહભાવથી મળ્યા હતા.માતા હીરાબાએ તેમને યથાર્થ ભગવદ્ ગીતાની ભેટ આપી અને દેશ સેવા માટે આશીષ આપ્યા હતા

વર્ષ 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીનગરમાં આવ્યા હતા.તે દરમિયાન તેણે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. બાદમાં બંને માતા-પુત્રએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો.

જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર આવ્યા હતા.તે દરમિયાન અડધો કલાક સુધી તેઓ માતા સાથે રોકાયા હતા.લોકસભા 2019 ની ચૂંટણીમાં વ્યસ્ત થઈ જવાના કારણે PM મોદી પહેલા જ માતાને મળી આવ્યા.

એપ્રિલ 2019માં વડાપ્રધાન મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા ગાંધીનગર ખાતે માતા હિરાબાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માતાએ વડાપ્રધાનને ચૂંદડી ભેટમાં આપી હતી.

મે 2019 માં લોકસભાની ચૂંટણી પરિણામ આવ્યા બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રથમ વખત પોતાના ગૃહરાજ્યની મુલાકાતે આવ્યા હતા. ખાનપુરમાં તેમને એક જનસભાને સંબોધિત કરી.આ દરમિયાન મોદીએ તેમના માતા હીરાબેન મોદીને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 69 માં પોતાના જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં કરી હતી. 17 સપ્ટેમ્બર 2021 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાયસણ સ્થિત નિવાસ સ્થાને માતા હિરાબાના આશીર્વાદ લીધા. તેમજ માતા હિરાબા સાથે ભોજન લીધુ હતુ.
Published On - 11:55 am, Fri, 17 June 22