
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસ પહોંચ્યા. અહીં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જીલ બાઈડેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

પીએમ મોદીએ જીલ બાઈડેનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ, પંજાબનું ઘી અને જો બાઈડેન માટે સોનાનો સિક્કો આપ્યો છે. જો બાઈડેન અને જીલ બાઈડેને પીએમ મોદીને ખાસ ભેટ આપવાની પણ વ્યવસ્થા કરી છે.

વ્હાઇટ હાઉસમાંથી મળેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેન PM મોદીને 20મી સદીની શરૂઆતથી હાથથી બનાવેલું, પ્રાચીન અમેરિકન પુસ્તક ગેલી (લેખકે પોતે લખેલા પુસ્તકનું મૂળ સંસ્કરણ) આપશે.

સાથે-સાથે ગુજરાતનું (મીઠું) નમક, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીપક આપ્યો છે.

ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકમાંથી મૈસુર ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કુશળ કારીગરોએ તૈયાર કરેલું ચાંદીનું નાળિયેર પણ આપ્યું.

પંજાબનું ઘી, રાજસ્થાનમાંથી 24K હોલમાર્કેડ સોનાનો સિક્કો, 99.5% કેરેટ ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ આપ્યો.
Published On - 8:49 am, Thu, 22 June 23