
પીએમ મોદી માત્ર એક મોટા રાજકારણી અને વક્તા જ નથી પરંતુ તેઓ સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યેના પ્રેમ માટે પણ જાણીતા છે. વિશ્વના સૌથી વ્યસ્ત લોકોમાંના એક હોવા છતાં, 71 વર્ષના પીએમ ફિટ અને સ્વસ્થ રહેવામાં સફળ રહ્યા છે.

શેડ્યૂલ ગમે તેટલું વ્યસ્ત હોય, પીએમ હંમેશા તેમની ફિટનેસ પર ધ્યાન આપે છે અને કસરતની દિનચર્યા ક્યારેય છોડતા નથી.

પીએમ મોદીએ પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે. વાસ્તવમાં, વડાપ્રધાન ઘણીવાર સોશિયલ મીડિયા પર ફિટનેસ વીડિયો પોસ્ટ કરતા રહે છે.

પીએમ તેમના નિવાસસ્થાન પર હોય કે પ્રવાસ પર હોય, તેઓ ખૂબ જ ચાલે છે. ચૂંટણી રેલીઓમાં પણ પીએમ મોદી ખૂબ ચાલે છે.

તેઓ કોઈ ચાર દીવાલની અંદર યોગ કરતા નથી, તેઓ લીલા ખુલ્લા વાતાવરણમાં અથવા કુદરતના ખોળામાં યોગ કરે છે.