Plant In Pot : ખરતા વાળથી લઈ આંખોની રોશની માટે કારગર ગણતા આમળાંને ઘરે જ ઉગાડો, જુઓ તસવીરો

|

Aug 14, 2024 | 11:23 AM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા છોડ પસંદ કરવા જોઈએ.તો આજે અમે તમને જણાવીશું કે આમળાંને ઘરે કેવી રીતે ઉગાડી શકાય છે.

1 / 5
આમળાંનું સેવન કરવાથી શરીરમાં અઢળક લાભ થાય છે. મોટાભાગના લોકો આમળાનો ઉપયોગ અથાણાં, જ્યુસ અને કેન્ડી બનાવવા માટે કરે છે. આમળાનું સેવન કરવાથી વિટામિન સીની ઉણપ દૂર થાય છે.

2 / 5
આમળાંના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા નજીકની નર્સરીમાંથી તેનો છોડ ખરીદો. તમે આમળાંના બીજ દ્વારા પણ છોડ ઉગાડી શકો છો. પરંતુ તેને ફળ આવવામાં ઘણો સમય લાગે છે.ઘરે આમળાંનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં કાળી માટી, રેતી અને છાણિયુ ખાતર ભેળવીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં પાણી નાખો.

3 / 5
આમળાંના છોડને કૂંડામાં રોપ્યા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં સારો સૂર્યપ્રકાશ યોગ્ય પ્રમાણમાં છોડને મળી રહે. આ સિવાય રોજ એક વખત આમળાંના છોડને પાણી આપો.

4 / 5
આમળાંના છોડમાં દર 15 દિવસના અંતરે જૈવિક ખાતર ઉમેરો. છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. આ સિવાય તમે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

5 / 5
આમળાંના છોડ પર  ફળ આવતા લગભગ 5 થી 7 વર્ષનો સમય લાગે છે. તેથી છોડની યોગ્ય કાળજી લેવી અતિઆવશ્યક છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Published On - 3:17 pm, Tue, 13 August 24

Next Photo Gallery