Plant In Pot : આદુવાળી કડક ચા પીવા ઘરે જ ઉગાડો આદુ, જુઓ તસવીરો

|

Jul 14, 2024 | 9:59 AM

ચોમાસાની ઋતુમાં આદુવાળી ચા પીવાથી દરેક વ્યક્તિને ગમે છે. ઘણીવાર આપણે બજારમાંથી આદુ લાવીએ છીએ ત્યારે કેટલીક વખત આદું બગડેલુ કે સૂકું નીકળે છે. ત્યારે સારા અને તાજા આદુ મેળવવા માટે તમે પણ ઘરે જ ઉગાડી શકો છો.

1 / 5
આદુ ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ હોય તેવુ કૂંડુ લો. ત્યાર બાદ માટી તૈયાર કરો. જેમાં ધ્યાન રાખો કે 50% માટી, 25% કોકો પીટ અને 25% છાણિયુ ખાતર ઉમેરી મિક્સ કરો.

2 / 5
હવે આદુનો ટુકડો લો.ત્યાર બાદ કૂંડામાં ભરેલી માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ આદુનો ટુકડો મુકો. આ સમયે ધ્યાન રાખવુ કે આદુની ગાંઠ ઉપરની તરફ હોય.હવે તેના પર માટી નાખી. તેના પર પાણી નાખો.

3 / 5
 આદુને અંકુરિત થવામાં આશરે 2 થી 4 અઠવાડિયા લાગે છે. તેમજ આદુના છોડને નિયમિત પાણી પીવડાવો.પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન નાખો. માટીને ભેજવાળી રાખવા પૂરતું પાણી ઉમેરો.વધારે પાણીને કારણે આદુના મૂળ સડવા લાગશે.

4 / 5
આદુને ખૂબ સૂર્યપ્રકાશની જરૂર નથી. તેથી કૂંડાને સવારના સૂર્યપ્રકાશમાં માત્ર અઢીથી ત્રણ કલાક રાખશો તો પણ ચાલશે.છોડમાં લગભગ દોઢ મહિના પછી દર મહિને તેમાં ખાતર ઉમેરવું જોઈએ.

5 / 5
આદુની ઉપજમાં 6 થી 8 મહિનાનો સમય લાગશે.આદુ તૈયાર થઈ જાય ત્યારે આદુના છોડના પાંદડા પીળા થવા લાગે છે અને સુકાઈ જાય છે.ત્યારબાદ તમે આદુ બહાર કાઢી ઉપયોગમાં લઈ શકો છો. ( Pic - Freepik )  )

Next Photo Gallery