
અળવીના છોડને કૂંડામાં ઉગાડવા માટે સૌ પ્રથમ એક મોટુ કૂંડુ લો. ઉત્તમ ગુણવત્તાની માટી અને રેતીનું મિશ્રણ કરીને કૂંડામાં ભરો. ત્યારે બાદ તેમાં પાણી ઉમેરો.

કૂંડામાં માટીની અંદર 2 થી 3 ઈંચ ઉંડાઈએ અળવીના બીજ મુકી તેના પર માટી નાખી દો. તમે અળવીના બીજ નર્સરીમાંથી કે ઓનલાઈન મળી જશે.બીજ સિવાય તમે છોડ પણ ઉગાડી શકો છો.

છોડ વાવ્યા પછી કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. કૂંડાની માટીને ભેજવાળી રાખો. જ્યારે ઉપરની એક ઈંચ સુધીની માટી સુકાઈ જાય ત્યારે જ તેમાં પાણી નાખો.

કૂંડામાં ઉગતુ વધારાના ધાસનું નીંદણ નિયમિત રુપેદૂર કરવુ જોઈએ. તેમજ દરેક મહિનામાં જરુરિયાત અનુસાર ખાતર નાખો. સામાન્ય રીતે અળવીના છોડમાં જીવાંત થવાની શક્યતાઓ વધારે હોય છે. ત્યારે તેમાં કીટનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે.

અળવીનો છોડ ઉગાડ્યાના થોડા જ સમયમાં પાન તૈયાર થઈ જશે.અળવીનો છોડ ઉગાડવા માટે જૂન, જુલાઈ, માર્ચ, ફ્રેબ્રુઆરી મહિનામાં ઉગાડી શકો છો.