Plant In Pot : અઢળક ઔષધીય ગુણો ધરાવતી મહેંદીને ઘરે જ ઉગાડો, જુઓ તસવીરો

|

Aug 01, 2024 | 4:53 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ત્યારે મહેંદીનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

1 / 5
મહિલાઓ હાથ અને વાળમાં મહેંદી લગાવવા માટે ઉપયોગ કરે છે. આજે અમે તમને જણાવીશું કે કૂંડામાં મહેંદીનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

2 / 5
મહેંદીનો છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. મહેંદીના છોડને બીજ અને ડાળીને પણ ઉગાડી શકાય છે. જો તમારે બીજમાંથી છોડ ઉગાડવો હોય તો માત્ર સારી ગુણવત્તાના બીજ નર્સરીમાંથી ખરીદો.

3 / 5
હવે સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે આ કૂંડામાં 1 થી 2 ઈંચની ઊંડાઈએ બીજ નાખો અને ઉપરની માટી ઢાંકી દો.

4 / 5
મહેંદીના છોડ બીજને નિયમિત પાણી પીવડાવો. તેમજ છોડને યોગ્ય સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. મહેંદીના છોડ પર  જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો.

5 / 5
આશરે 7 થી 8 મહિનામાં મહેંદીનો છોડ 4 થી 5 ફૂટ ઉંચો થઈ જશે. ત્યારબાદ મહેંદીના પાનનો ઉપયોગ કરી શકો છો.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery