Plant In Pot : ઘરે કૂંડામાં જ ઉગાડો ડ્રેગન ફ્રુટ, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Jun 26, 2024 | 2:24 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા છોડ પસંદ કરવા જોઈએ. જેનાથી તમે ઘરે બેઠા જ મોંઘી કિંમતના ફળ મેળવી શકો છો.આજે આપણે ડ્રેગન ફ્રુટને ( કમલમ) કૂંડામાં કેવી રીતે ઉગાડવુ તે જાણીશું.

1 / 5
ડ્રેગન ફ્રુટ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. આ ફળમાં ઓછી કેલરી હોય છે. આ સાથે જ વધારે પ્રમાણમાં ફાયબર પણ હોય છે. વજન ઘટાડવામાં પણ મદદ રુપ છે. ફળનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

2 / 5
ડ્રેગન ફ્રુટને કૂંડામાં કેવી રીતે ઉગાડવુ તે આજે જાણીશું. તેના માટે સૌથી પહેલા મોટી સાઈઝનું કૂંડુ લો. તેમાં 2 થી 3 છીદ્રો પાડો. ત્યાર બાદ કૂંડામાં લાલ માટી, કોકોપીટ, રેત અને છાણીયુ ખાતર નાખો.

3 / 5
હવે કૂંડામાં સારી ગુણવત્તાની ડ્રેગન ફ્રુટની કલમ લગાવો અથવા તો બીજ નાખો. જો નર્સરી કે કોઈના ઘરેથી કલમ લાવો તો તેને 3-4 દિવસ છાંયડામાં સૂકાવવા દો. ત્યારે બાદ વાવો.

4 / 5
ડ્રેગન ફ્રુટને વાવ્યા પછી કૂંડાના સામાન્ય તડકામાં રાખો. 15 થી 20 દિવસના અંતરે સિંચાઈ કરો.ડ્રિપ ઈરિગેશન વધારે સારુ હશે. છોડને લાકડીનો સહારો આપો.

5 / 5
ત્રણ મહિનામાં એક વખત છોડમાં હોમ કમ્પોસ્ટ નાખો. છોડમાં જીવાત પડી જાય છે. તો તેમાં જંતુનાશક દવા છાંટો. આશરે 15 થી 18 મહિના પછી ફળ આવશે.

Next Photo Gallery