જીરુંનો સમાવેશ મસાલામાં થાય છે. જીરુંનો ઉપયોગ ભારતીય વાનગીઓમાં વઘારમાં ઉમેરવા માટે થાય છે.આ સાથે જ જીરું ખાવાથી માણસનું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કૂંડામાં જીરુંનો છોડ ઉગાડી શકાય.
ઘરે જીરું ઉગાડવા માટે સૌપ્રથમ માટી, કોકો પીટ, રેતી અને ઓર્ગેનિક કમ્પોસ્ટ મિક્સ કરીને મોટા કૂંડામાં ઉમેરો. ત્યાર બાદ અડધા ઈંચની ઉંડાઈએ જમીનમાં સારી ગુણવત્તાનું જીરું વાવો. બીજ વચ્ચે 2 ઈંચનું અંતર રાખો.
જીરુંના બીજ વાવ્યા બાદ આશરે 7 થી 10 દિવસમાં અંકુરિત થવા લાગશે. બીજ અંકુરણ દરમિયાન માટીમાં ભેજ જાળવી રાખો. જેના માટે તમે તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી નાખો.
જીરાના છોડને દિવસમાં એકવાર પાણી આપો અને છોડને વધુ પડતા સૂર્યપ્રકાશમાં ન રાખો. તમે જોશો કે લગભગ એક મહિના પછી જીરાના છોડમાં ફૂલો આવવા લાગશે.
જીરુંના છોડ પર એક મહિના પછી બીજ પણ દેખાવા લાગશે. જ્યારે જીરું બ્રાઉન થઈ જાય. ત્યારે તેને કાપીને સારી રીતે સૂકવી લો. ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.