Plant In Pot : ઘરે આ ટીપ્સ અપનાવી ઉગાડો ટામેટા, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે, જુઓ તસવીરો

|

Nov 24, 2024 | 9:19 AM

શિયાળામાં મોટાભાગના લોકો લીલી શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ઘણી વખત બજારના શાકભાજી કેમિકલયુક્ત હોવાનો ભય રહે છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કેવી રીતે ચેરી ટામેટા ઉગાડી શકાય.

1 / 5
ચેરી ટામેટાના છોડને ઘરે ઉગાડવા માટે કૂંડુ, સારી ગુણવત્તાની માટી, છાણિયુ ખાતર, કોકોપીટ, સારી ગુણવત્તાના ટામેટાના બીજ અથવા તો છોડ અને પાણીની જરુર પડશે.

2 / 5
ટામેટા ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા છિદ્ર વાળુ એક મોટું કૂંડુ લો. ત્યારબાદ સારી ગુણવત્તાની માટી કૂંડામાં ભરી તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
ત્યારબાદ કૂંડામાં 3- 4 ઈંચની ઉંડાઈએ ચેરી ટામેટાના બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. માટી પાણી જરૂરિયાત અનુસાર પાણી ઉમેરો. જો છોડમાં વધારે પાણી આપશો તો છોડના મૂળ સુકાઈ જવાની શક્યતા રહે છે.

4 / 5
ચેરી ટામેટાના છોડને કૂડામાં રોપ્યા પછી તેને દરરોજ ઓછામાં ઓછા 6-8 કલાક સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેથી કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં તેને પૂરતો પ્રકાશ મળી શકે. આશરે તે 60-70 દિવસમાં ટામેટા ઉગવાનું શરુ થઈ જશે.

5 / 5
એક વખત ટામેટાનો છોડ કૂંડામાં ઉગાડ્યા પછી 5 થી 6 મહિના સુધી ટામેટા ઉગશે.   ટામેટાંની સારી વૃદ્ધિ માટે, તમે કૂંડામાં છાણિયું ખાતર અથવા કાર્બનિક ખાતરોનો પણ ઉપયોગ કરી શકો છો. ( Pic- Freepik )

Next Photo Gallery