Plant In Pot : સ્વાસ્થ્ય માટે વરદાન સમાન અજમાના છોડને ઘરે કૂંડામાં જ ઉગાડો, જુઓ તસવીરો

|

Jul 06, 2024 | 4:49 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.ત્યારે આજે આપણે અજમાનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

1 / 5
અજમાના પાન ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અજમાના પાન ભોજનનો સ્વાદ વધારે છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

2 / 5
અજમાનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
અજમાનો છોડ બીજ અને પ્લાન્ટીંગ દ્વારા પણ ઉગાડી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાના અજમાના બીજ  લાવી તેને માટીમાં 2-3 ઈંચ ઊંડાઈએ મુકી તેને માટીથી ઢાંકી દો.

4 / 5
આ છોડને રોપ્યા પછી તેમાં  1 થી 2 મગ પાણી ઉમેરો. ધ્યાનમાં રાખો કે અજમાના છોડને વધુ ખાતરની જરૂર નથી.

5 / 5
અજમાના છોડને દિવસમાં એકવાર પાણી આપો. આ સિવાય ધ્યાન રાખો કે છોડને ઓછામાં ઓછો 2 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. આ છોડ 4 થી 5 મહિનામાં ખીલવા લાગશે અને તેમાં બીજ પણ ઉગવા લાગશે. ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

Next Photo Gallery