
મુખ્ય પ્રવાસી આકર્ષણ સરદાર સરોવર ડેમ પર મગરોને નજીકથી જોઈ શકાય છે. આ ઉપરાંત અહીંથી થોડે દૂર પર્યાવરણની સુંદરતા દર્શાવતી અદ્ભુત જગ્યાઓ પણ છે. અહીં પહોંચવા માટે અમુક અંતર સુધી ટ્રેક કરી શકાય છે.

આ રિસોર્ટ બે પ્રકારના ટૂર પેકેજ ઓફર કરે છે - 1 રાત/2 દિવસ અને 2 રાત/3 દિવસ. તેમાં ભોજન, રહેઠાણ, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરિચિત થવાની તક અને કેટલાક સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનો સમાવેશ થશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સાધુ ટાપુથી ગુજરાતના કેવડિયા શહેર સુધી 3.5 કિલોમીટર લાંબો હાઇવે બનાવવામાં આવ્યો છે.