
કંબોડિયા: કંબોડિયા સૌથી પ્રસિદ્ધ અને આકર્ષક પ્રવાસન સ્થળોમાંનું એક છે. તમે આ સુંદર દેશમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અંગકોર વાટ મંદિર અને કોહ રોંગ જેવા સ્થળો અહીંના લોકપ્રિય પ્રવાસન સ્થળો છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 50.05 કંબોડિયન રિયાલ છે.

શ્રીલંકા: સાહસ પ્રેમીઓએ અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તમે અહીં ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. અહીં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે જેમ કે નાઈન આર્ચ બ્રિજ, મિન્ટેલ, ગલ વિહાર અને રાવણ વોટરફોલ. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 3.89 શ્રીલંકન રૂપિયાની બરાબર છે.