
ઘરના મુખ્યદ્વાર પર ગણેશજીનો ફોટો મુકવાથી સુખ, સમૃદ્ધિ અને સુખાકારી આવે છે. ઘરના મુખ્ય દ્વારના દરવાજા ઉપર ગણેશજીની પ્રતિમાં લગાવવી અતિ શુભ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર, મુખ્ય પ્રવેશદ્વાર પર સિંદૂર રંગનો ગણેશજીનો ફોટો એ સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે શુભ માનવામાં આવે છે.

તેમજ હાથમાં લાડુ કે મોદક અને તેમનું પ્રિય વાહન, ઉંદર સાથેનો પણ ગણેશજીનો ફોટો ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે .

મુખ્ય પ્રવેશદ્વાર પર ગણપતિનો ફોટો ડાબી બાજુ વળેલો હોવી જોઈએ. ઘરની અંદર, ભગવાન ગણેશની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તેવી તસવીર મૂકવી જોઈએ.
Published On - 11:32 am, Mon, 17 November 25