
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે અને નર્મદા ડેમ પણ છલોછલ ભરાતા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.ત્યારે નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા છે.

નર્મદા નદીના પાણી શહેરમાં ઘુસી જતા મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.

નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘૂસી જતા શહેર જળમગ્ન બની ગયુ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

અંકલેશ્વર શહેરમાં પાણી ભરાતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. NDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.