
ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છલાયેલો છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાપુતારામાં ગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યુ છે.

સાપુતારા સ્વાગત સર્કલ,સર્પગંગા તળાવ સહિત વોકવે ઉપર વરસાદી પાણી ભરાયા છે.

સાપુતારામાં વરસાદ અને ગાઢ ધૂમમ્સને કારણે આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

ગિરિમથક તેમજ ઘાટ વિસ્તારમાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સહેલાણીઓ વરસાદની મજા માણી રહ્યા છે.