
આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કીર્તિમંદિરને ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ.મહાત્મા ગાંધીજીની તસવીરોને ફુલહાર કરવામાં આવ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીની તસવીરને ફુલ અર્પણ કરી નમન કર્યા હતા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. (With input-Hitesh Thakrar)
Published On - 11:14 am, Mon, 2 October 23