Republic Day 2023: જુઓ કર્તવ્ય પથ પર દેશના બહાદુરોના પરાક્રમ, કડકતી ઠંડીમાં જવાનોએ કરી પરેડની તૈયારી

|

Jan 21, 2023 | 5:53 PM

Republic Day 2023 parade rehearsals : હાલમાં જ રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ પહેલીવાર પ્રજાસત્તાક દિનની પરેડ કર્તવ્ય પથ પર થશે. પ્રજાસત્તાક દિનની પરેડ માટે જોરશોરથી તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

1 / 5
દિલ્હીમાં સવારની કડકતી ઠંડી વચ્ચે ભારતીય સૈન્યના જવાનો પ્રજાસત્તાક દિન પરેડની તૈયારીઓ કરી રહ્યાં છે. સૈન્યના જવાનો દ્વારા કરવામાં આવી રહેલા સ્ટંટ જોઈને દિલ્હીના લોકો દંગ રહી ગયા હતા. પ્રજાસત્તાક દિન પરેડની રિહર્સલ જોવા માટે મોટી સંખ્યામાં ભીડ જમા થઈ હતી.

2 / 5
26 જાન્યુઆરીના રોજ સેનાની ત્રણેય પાંખોના જવાનો દેશની શક્તિ અને સામર્થ્યને દુનિયા સામે પ્રદર્શિત કરશે. આ વર્ષે ઈજીપ્તિના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

3 / 5
પ્રજાસત્તાક દિનની પરેડની રિહર્સલ દરમિયાન કર્તવ્ય પથ પર આર્મી ટેન્ક અને ભારતીય સૈન્યના જવાનોના અનોખા સ્ટંટ જોવા મળ્યા હતા.

4 / 5
ઊંટ પર બેસીને પણ સૈન્યના જવાનોએ પ્રજાસત્તાક દિનની પરેડની રિહર્સલ કરી હતી. પ્રજાસત્તાક દિન પહેલા આજે દિલ્હીના રસ્તાઓ પર ફૂલ ડ્રેસ રિહર્સલ થયું હતું, જેના કારણે આજે દિલ્હીના ઘણા રસ્તા બંધ હતા.

5 / 5
આકાશમાં વાયુસેનાએ પણ રિહર્સલ કર્યું હતું. પ્રજાસત્તાક દિવસ પહેલા જ દિલ્હીનું આકાશ વાયુસેનાના શક્તિશાળી યુદ્ધ વિમાનોના અવાજથી ગૂંજી ઉઠયા હતા. આ પરેડમાં 50 જેટલા એરક્રાફ્ટ જોવા મળશે.

Published On - 5:47 pm, Sat, 21 January 23

Next Photo Gallery