
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.