
ડર્મેટોલોજિસ્ટ અનુસાર , આ એક જૈવિક સમસ્યા છે. જ્યારે ચહેરા પર વધુ વાળ હોય ત્યારે આવી સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં 'હાયપર ટ્રાઇકોસિસ' કહે છે. જો આ સમસ્યા પેઢી દર પેઢી વધી રહી હોય તો તેને 'જેનેટિક હાઇપર ટ્રાઇકોસિસ' તરીકે ઓળખવામાં આવે છે.

નિષ્ણાતો કહે છે કે, તેનું સૌથી મોટું કારણ શરીરમાં હોર્મોન્સનું અસંતુલન છે. એટલે કે આવું થવાના બે કારણો છે, પહેલું આનુવંશિક અને બીજું હોર્મોનલ અસંતુલન. સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનનું એક મુખ્ય કારણ PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરનું મુખ્ય કારણ અવ્યવસ્થિત જીવનશૈલી છે.