
ભૂકંપના આંચકા 1 મિનિટથી વધુ સમય સુધી અનુભવાયા હતા. ગભરાયેલા ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી દોડી આવ્યા હતા. તેઓ તેમના વિસ્તારમાં પાછા ફર્યા, ત્યારે લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.

ઉત્તર અમેરિકન દેશ મોરક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થી વધુ થઈ ગયો છે અને 2,059 લોકો ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, શુક્રવારના ભૂકંપમાં 2,012 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બચાવકર્તા ભૂકંપથી અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

ગામની મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી અને પ્રવાસન પર નિર્ભર છે. હવે સમય જ કહેશે કે ગામનું પુનઃનિર્માણ કરવામાં અને જીવન સામાન્ય થવામાં અને પ્રવાસીઓનું આગમન ફરી શરૂ થવામાં કેટલો સમય લાગશે.
Published On - 3:53 pm, Mon, 11 September 23