Photos: અમદાવાદના ભાડજમાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતી મહોત્સવની થઇ ઉજવણી
Ahmedabad News: નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.
1 / 5
અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં 4 મેના રોજ નરસિંહ જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે સાંજ સુધી ભક્તોએ ઉપવાસ કર્યા હતા.
2 / 5
ભાડજનાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી સવારે નરસિંહ યજ્ઞથી થઈ હતી.ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તન કરાયું હતું.
3 / 5
ભગવાન લક્ષ્મી નરસિંહ દેવને સાંજે 108 કલશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળ અને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ સાથે વિધિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો.
4 / 5
અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી.
5 / 5
મહત્વનું છે કે નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન નરસિંહના રૂપમાં પોતાનો પાંચમો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુએ અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે આ અવતાર લીધો હતો.