Photos : ભારતના આ શહેરનું નામ વિશ્વના શ્રેષ્ઠ જાહેર પરિવહનની યાદીમાં પણ સામેલ, લોકોએ પણ કરી પ્રશંસા

|

Apr 12, 2023 | 4:11 PM

Time Outs List: ટાઇમ આઉટ, લંડનના એક મીડિયા આઉટલેટે તાજેતરમાં એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વે વિશ્વના શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે સંબંધિત છે. જેમાં શ્રેષ્ઠ જાહેર પરિવહનની યાદી બહાર પાડવામાં આવી છે.

1 / 5
તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે લંડનના એક મીડિયા આઉટલેટ ટાઈમ આઉટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વના શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટની યાદી બહાર પાડવામાં આવી છે. મીડિયા આઉટલેટે સર્વશ્રેષ્ઠ જાહેર પરિવહન ધરાવતા 19 શહેરોની યાદી બહાર પાડી છે. તેમાં ભારતના મુંબઈ શહેરનું નામ પણ સામેલ છે.

2 / 5
ભલે મુંબઈ શહેરનું નામ શ્રેષ્ઠ જાહેર પરિવહન ધરાવતા 19 શહેરોની યાદીમાં છેલ્લા નંબરે સામેલ થયું હોય. પરંતુ આ શહેરે ભારતની રાજધાની દિલ્હીને માત આપી છે, જે શ્રેષ્ઠ મેટ્રો કનેક્ટિવિટી માટે જાણીતું છે.

3 / 5
19 શહેરોની યાદીમાં બર્લિન, પ્રાગ, ટોક્યો, કોપનહેગન, સ્ટોકહોમ, સિંગાપોર, તાઈપેઈ, શાંઘાઈ, એમ્સ્ટરડેમ, લંડન, મેડ્રિડ, એડિનબર્ગ, પેરિસ, ન્યૂયોર્ક, મોન્ટ્રીયલ, શિકાગો, બેઈજિંગ અને મુંબઈ જેવા શહેરોનો સમાવેશ થાય છે.

4 / 5
ટાઈમ આઉટ સર્વેમાં લગભગ 50 શહેરોના 20 હજાર લોકો સાથે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિશે વાત કરવામાં આવી હતી. આ દરમિયાન સર્વેમાં જર્મનીનું બર્લિન શહેર નંબર વન પર રહ્યું છે. સર્વેક્ષણ મુજબ, બર્લિનમાં એક રક્ષણાત્મક અને આરામદાયક જાહેર પરિવહન નેટવર્ક છે.

5 / 5
બીજી તરફ સર્વેમાં મુંબઈ માટે કહેવામાં આવ્યું હતું કે લોકલ ટ્રેન, બસ, મેટ્રો, રિક્ષા અને ટેક્સી દ્વારા શહેરમાં મુસાફરી કરવી ખૂબ જ સરળ છે. મુંબઈમાં કરાયેલા સર્વેમાં 81 ટકા સ્થાનિક લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટની પ્રશંસા કરી હતી.
(ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારત વર્ષ)

બીજી તરફ સર્વેમાં મુંબઈ માટે કહેવામાં આવ્યું હતું કે લોકલ ટ્રેન, બસ, મેટ્રો, રિક્ષા અને ટેક્સી દ્વારા શહેરમાં મુસાફરી કરવી ખૂબ જ સરળ છે. મુંબઈમાં કરાયેલા સર્વેમાં 81 ટકા સ્થાનિક લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટની પ્રશંસા કરી હતી. (ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારત વર્ષ)

Published On - 4:11 pm, Wed, 12 April 23

Next Photo Gallery