
નાળિયેર તેલ : નાળિયેર થાઇરોઇડમાં રાહત આપવા માટે ફાયદાકારક છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડ ગ્રંથિને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ બની શકે છે. નાળિયેર તેલનું સેવન ચયાપચયમાં સુધારો કરે છે. જે થાઇરોઇડના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

મુલેઠી પણ ફાયદાકારક : મુલેઠી એક આયુર્વેદિક દવા છે, જેના સેવનથી થાઇરોઇડની સમસ્યામાં રાહત મળે છે. થાઇરોઇડની સમસ્યામાં ખૂબ જ થાકનો અનુભવ થાય છે. આવા કિસ્સામાં મુલેઠીનું સેવન ખૂબ લાભકારી છે. મુલેઠીમાં રહેલા તત્વો થાઇરોઇડ ગ્રંથિના સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ છે. (Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)