અમદાવાદમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદની HBK શાળા દ્વારા બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ગરબા ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત પરિવાર માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો રમવા માટે પહોચ્યા હતા.