
ગણેશજીની આ પ્રતિમા સાથે ભારતની સિદ્ધિ એવું ઇસરોનું ચંદ્રયાન પણ બનાવાયુ છે. ચંદ્રયાન મિશન પર ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે.

ગણેશજીની પ્રતિમા સાથે તેમજ શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યો છે. ગણેશજીની સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઇને આ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરાયું છે.

10 દિવસ સુધી ગણેશજીની પ્રતિમાની પૂજન-વિધિ કરીને તેને સ્લમ વિસ્તારમાં વહેંચી દેવાશે.આ રીતે ગણેશજીનું વિસર્જન પણ થઇ જશે અને સાબુ લોકોને કામ પણ આવશે.