વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વર્તમાન જાહેર ક્ષેત્રના વ્યાપારી સાહસોની લઘુત્તમ હાજરી હોલ્ડિંગ કંપની સ્તરે સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવશે. આ ક્ષેત્રના બાકીના સાહસોને ખાનગીકરણ અથવા અન્ય પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (PSE) સાથે મર્જર કરવા અથવા બંધ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. PSE નીતિ હેઠળ અણુ ઊર્જા, અવકાશ અને સંરક્ષણ, પરિવહન અને દૂરસંચાર, પાવર, પેટ્રોલિયમ, કોલસો અને અન્ય ખનિજો અને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓને ચાર વ્યાપક વ્યૂહાત્મક ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે.