
તે જ સમયે, અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ભક્તોની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.

હાલ મંદિરની મુલાકાત રોકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કટરામાં ત્રિકુટા ટેકરીઓ પર આવેલું પવિત્ર ગુફા મંદિર દેશના સૌથી આદરણીય તીર્થસ્થાનોમાંનું એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, 'માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.

પીએમ મોદીએ કહ્યું કે વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલું જ નહીં ઘાયલોને 50,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.