
એન્જિન સ્પીડ: તમારી ગાડીમાં RPM મીટર આપેલું હોય છે. ખાસ ધ્યાન રાખો કે, વાહનના એન્જિનના RPM 2,000 થી વધુ ન થાય. હાઈ RPM અથવા તો લો RPM પર વાહન ચલાવાથી એવરેજમાં અસર પહોંચે છે.

AC: લોકો માને છે કે AC શરૂ રાખવાથી માઈલેજ ઓછી મળે છે. વાત કેટલાક અંશે સાચી છે. પરંતુ એ જાણવું ખાસ જરૂરી છે કે, કેવી પરિસ્થિતિમાં AC ચાલું રાખવાથી માઈલેજમાં ફાયદો થાય છે. વાહન ટ્રાફિકમાં હોય અને તમારા વાહનની સ્પીડ 60 KMથી ઓછી હોય તો AC બંધ કરી વિન્ડો ખુલ્લી રાખીને વાહન ચલાવો તો ફાયદો થશે. પરંતુ વાહનની સ્પીડ 60 KMથી વધુ હોય તો AC શરૂ રાખી વિન્ડો બંધ કરી દેવામાં ફાયદો થાય છે.

કાર સર્વિસ: કારની સર્વિસ કરાવવાથી વાહનના પરફોર્મન્સમાં ફરક પડે છે. જેથી માઈલેજમાં તેની સીધી અસર જોવા મળે છે. તમારી ગાડી વધુ ન ચાલતી હોય તો પણ વર્ષે એક વખત તો સર્વિસ કરાવવી જરૂરી છે. એરફિલ્ટર અને એન્જિન ઓઈલ બદલવાથી પણ ફરક પડે છે.