આ દેશના લોકો ઘરમાં પાળી શકે છે સિંહ અને ચિત્તા, જાણો આ દેશોનું લિસ્ટ

|

Sep 16, 2022 | 8:03 PM

Knowledge : દુનિયામાં 160 જેટલા દેશો છે. આ બધા દેશોના પોતપોતાના નિયમો અને કાયદાઓ છે. કેટલાક દેશોના કાયદાઓ સાંભળીને તમે દંગ રહી જશો. આ અહેવાલમાં જાણો એવા દેશો વિશે જ્યાં લોકો પોતાના ઘરમાં સિંહ અને ચિત્તા જેવા ખતરનાક પ્રાણીઓ પાળી શકે છે.

1 / 6
સોશિયલ મીડિયા પર તમે જંગલી પ્રાણીઓ સાથે રમતા અનેક લોકોના વીડિયો જોયા હશે. ભારતની બહાર અનેક દેશોમાં જંગલી પ્રાણીઓને પાળવાની છૂટ છે. ચાલો જાણીએ આવા દેશો વિશે.

2 / 6

શું ભારતમાં પાળી શકાય જંગલી પ્રાણી ? -વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ, આ પ્રાણીઓને ખાનગી રીતે ઉછેરવાની મંજૂરી નથી. જો કોઈ અન્ય કામ માટે પણ તેનો ઉપયોગ કરવા માંગે છે તો તેના માટે કાયદાકીય મંજૂરી લેવી પડશે.

3 / 6

ભારતમાં જો કોઈ ખતરનાક પ્રજાતિના પ્રાણીઓને પાળવા ઈચ્છે તો રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન પાસેથી મંજૂરી લેવી પડશે. તમારે આ પ્રાણીની દરેક જરૂરિયાત પૂરી કરવી પડશે. આ સિવાય સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પણ કરવી પડશે.

4 / 6
કયા દેશમાં પાળી શકાય છે જંગલી પ્રાણીઓ? - ઘણા દેશોએ હવે આ કામ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફક્ત થાઈલેન્ડ અને આફ્રિકાના કેટલાક દેશોમાં જ શક્ય છે. વર્ષ 2015માં જ્યારે મધ્ય પ્રદેશ સરકારમાં તત્કાલીન પશુપાલન મંત્રી કુસુમ મેહદલે વાઘની સંખ્યા વધારવા માટે તેના ઉછેરને કાયદેસર બનાવવાનું કહ્યું હતું, ત્યારે તેમણે થાઈલેન્ડ અને આફ્રિકાનું ઉદાહરણ પણ આપ્યું હતુ.

5 / 6
દુબઈમાં શું છે નિયમો ? - તમે ઈન્ટરનેટ પર જોયું જ હશે કે ઘણા દુબઈના શેઠ આ પ્રાણીઓને પોતાની સાથે રાખે છે. પરંતુ હવે થોડા વર્ષો પહેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે UAEમાં પણ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આ માટે કાયદાકીય ધોરણો પૂરા કરવા પડતા હતા.

6 / 6
શું અમેરિકામાં પ્રતિબંધ છે? - અમેરિકામાં પણ આવા પ્રાણીઓ રાખવા પર પ્રતિબંધ છે. પરંતુ અહીં અલગ-અલગ રાજ્યો અનુસાર અલગ-અલગ નિયમો છે. તેમાં ઉત્તર કેરોલિના, નેવાડા, અલાબામા રાજ્યોમાં તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા છે અને શરતો રાખવામાં આવી છે.

Next Photo Gallery