
અમદાવાદ એરપોર્ટથી કમલમ ખાતે નીકળેલા રોડ શોના માર્ગ મોટી સંખ્યામાં બેનરો લગાવેલા જોવા મળ્યા. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે બેનરો લગાવેલા જોવા મળ્યા.

વડાપ્રધાનના રોડ શો દરમિયાન દેશભક્તિના રંગ પણ જોવા મળ્યા. એક વ્યક્તિ શરીર પર ત્રિરંગો દોરાવીને જોવા મળ્યો.

આ વ્યક્તિ હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે રોડ શોના માર્ગ પર જોવા મળ્યો. રોડ શો દરમિયાન દેશભક્તિનું વાતાવરણ છવાઇ ગયુ.

ભાટ સર્કલ ખાતે પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

હાથમાં વડાપ્રધાનના સ્વાગતના બેનર અને કાઠિયાવાડી પાઘડી પહેરીને પાટીદારીએ પીએમનું સ્વાગત કર્યું