
1742માં સંજાણ બંદરેથી વલસાડના ઉદવાડા ગામે આવ્યા બાદ હાલ પણ પારસીઓએ પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યો છે. 150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળે છે.

સૌપ્રથમ ઉદવાડા ઉત્સવનું આયોજન પારસીઓ માટે 25 થી 27 ડિસેમ્બર 2015 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક રતન ટાટા અને ડો. સાયરસ પૂનાવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ગામનો રતન ટાટા સાથે પણ ખાસ નાતો છે. કારણ કે રતન ટાટાના પૂર્વજો આ ગામમાં વસવાટ કરતા હતા. હાલમાં પણ આ ગામમાં રતન ટાટાનું ઘર આવેલું છે.