
પેરિસ ઓલિમ્પિક બાદ મનુએ ખેલ રત્ન એવોર્ડ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જે ખુબ વાયરલ થઈ હતી.તેમણે ટ્વિટ કરીને કહ્યું શું હું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની હકદાર છું. ઘન્યવાદ પછી આ ટ્વિટને દુર કરવામાં આવ્યું હતુ.

ખેલ રત્નના દાવેદારની લિસ્ટમાં પોતાની દીકરીનું નામ ન હોવાથી મનુ ભાકરના પિતાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા સાથે વાતચીત વખતે તેમણે કહ્યું કે, શું તમારે પુરસ્કાર માટે ભીખ માંગવાની છે, તો એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતવાનો મતલબ શું છે.