નેબ્યુલાઇઝર: જો બાળકને શરદીની સાથે ઉધરસ હોય, તો ડૉક્ટરની સલાહ પર તેને નેબ્યુલાઇઝર વડે શ્વાસ લેવડાવો. તજજ્ઞોના મતે, જે દવા શ્વાસમાં લેવામાં આવે છે તે છાતીમાં જમા થયેલ કફને દૂર કરે છે.
સ્ટીમ આપો: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્ટીમ આપવાની પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી. જો તમારું બાળક નાનું છે અને સ્ટીમ આપી શકાતું નથી, તો બાળકને રૂમમાં લઈ જાઓ અને સ્ટીમર ચાલુ કરો. આ પદ્ધતિ અસરકારક પણ સાબિત થઈ શકે છે.
વધુ ઊંઘ લેવા દો: જ્યારે બાળકને શરદી થઇ હોય ત્યારે માતાપિતા વારંવાર બાળકને ખવડાવવાનો પ્રયાસ કરતા હોય છે. જેના માટે ઊંઘમાંથી પણ જગાડી પણ દે છે. આવુ બિલકુલ ન કરવું જોઈએ. બાળક જેટલો લાંબો સમય ઊંઘ લેશે તેટલો જલ્દી તે સ્વસ્થ થઈ જશે.
હુંફાળું પાણી: હુંફાળું પાણી પીવડાવવાથી બાળકની છાતીમાં જામેલા કફને પણ સાફ કરી શકાય છે. બાળકને ગરમ પાણી આપો, પરંતુ ધ્યાન રાખો કે તે વધારે ગરમ ન હોવું જોઈએ. જો તે ખૂબ ગરમ હોય તો બાળકનું મોં પણ બળી શકે છે.
સૂપ: જો તમારું બાળક એક વર્ષથી મોટુ છે, તો તેની શરદી દૂર કરવા માટે દિવસમાં એક વખત સૂપ આપો. સૂપ શરીરને અંદરથી સ્વસ્થ કરવામાં મદદ કરશે. જો તમે બાળકને નોન-વેજ ખવડાવો છો, તો તેને ચિકન સૂપ ચોક્કસ આપો.