
બીર બિલિંગ - પેરાગ્લાઈડિંગ માટે આ દેશની સૌથી પ્રખ્યાત જગ્યાઓમાંથી એક છે. અહીં તમને આકાશથી લઈને જમીન સુધીની સુંદરતાની પ્રશંસા કરવાનો મોકો મળશે. આ સિવાય તમે અહીં બંજી જમ્પિંગ અને ટ્રેકિંગ જેવી એક્ટિવિટીઝનો પણ આનંદ માણી શકશો. (સાંકેતિક તસ્વીર)

નંદી હિલ્સ - પેરાગ્લાઈડિંગ માટે નંદી હિલ્સ ખૂબ જ સારી જગ્યા છે. જો તમે પ્રકૃતિની સુંદરતા જોવા માંગતા હોવ તો તમારે આ જગ્યાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ અનુભવ સ્ટ્રેસ બસ્ટર તરીકે પણ કામ કરે છે. (સાંકેતિક તસ્વીર)