
પાકિસ્તાનનુ માર્કેટ કેમ અચાનક ઉઠયું- પાકિસ્તાનના માર્કેટ ઉઠવા પાછળ ઘણા કારણો છે પણ તેમાનું પહેલુ કારણ છે તે શાહબાઝ શરિફના વડાપ્રધાન બનતા અમેરિકાએ પાકિસ્તાનને તેમના જણાવવા મુજબ નિયમો માનવાની વાત કરી હતી જે નિયમો માનતા હવે IMF પાકિસ્તાનને 7 બિલિયન ડોલરની લોન આપવા જઈ રહ્યું છે. આ પહેલો પોઈન્ટ છે.

જ્યારે બીજા પોઈન્ટની વાત કરીએ તો ઈન્વેસ્ટરના રુપમાં લોકોએ લોન લઈ લઈને દેવુ ચુકવવાનું શરુ કર્યુ જેથી તેમના ઈમપોર્ટ સસ્તા થયા જેના કારણે મોંઘવારી પણ કન્ટ્રોલમાં આવી

ત્રીજુ કારણ સાઉદી અરેબીયા જેવા દેશો પાકિસ્તાનમાં કેટલાક પ્રકારનુ ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. આ સાથે અન્ય પણ દેશો પાકિસ્તાનમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. સાઉદી જ નહીં પણ યુએઈના બિઝનેસમેન એ પણ પાકિસ્તાનમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.