
લાદેનને શહીદ કહ્યો- ઈમરાન ખાને સંસદમાં ભાષણ આપતાં અલ-કાયદાના ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો હતો. જ્યારે આ મામલે ઘણો હોબાળો થયો ત્યારે તેમના નજીકના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ઈમરાન ખાનની જીભ લપસી ગઈ છે.

પશ્ચિમમાંથી આવી છે અશ્લીલતા - ઈમરાન ખાને અશ્લીલતા માટે બ્રિટિશ શાસકો પાસેથી વારસામાં મળેલી અંગ્રેજી મીડિયા શિક્ષણ પ્રણાલીને જવાબદાર ઠેરવી હતી. આ સાથે તેણે દેશમાં વધી રહેલા રેપના કિસ્સાઓ માટે આ અશ્લીલતાને જવાબદાર ગણાવી હતી.

ભારતની ખોટી વસ્તી જણાવી - ઈમરાન ખાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કહ્યું કે 40-50 લાખની વસ્તીવાળા ન્યૂઝીલેન્ડે 1 અબજ 300 કરોડની વસ્તીવાળા ભારતને હરાવ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતની વસ્તી લગભગ 136 કરોડ છે.

ચીનના વખાણ પર ટ્રોલ - 2018ની વાત છે, જ્યારે ઈમરાન ખાને ચીનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ એવી ટ્રેન બનાવી રહ્યા છે, જે પ્રકાશથી પણ વધુ ઝડપથી ચાલે છે.