Pakistan News: લઘુમતીઓ પર અત્યાચાર, 5 ચર્ચમાં કરી તોડફોડ, ખ્રિસ્તીઓના ઘરો સળગ્યા, જુઓ તસવીરો

|

Aug 17, 2023 | 7:14 PM

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

1 / 6
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા.

2 / 6
ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

3 / 6
હિંસક ટોળાએ પહેલા આરોપ લગાવ્યો કે આ ચર્ચ ઈસ્લામ વિરુદ્ધ વાત કરે છે. અહીં કુરાનનું અપમાન થયું હોવાનો પણ આરોપ છે.

4 / 6
આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

5 / 6
આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

6 / 6
ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

Next Photo Gallery