TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Jan 25, 2024 | 11:45 PM
લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાયજૂ કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ કંપની સામે વિદેશી રોકાણકારોએ અરજી દાખલ કરી છે.
નવેમ્બર 2021માં બાયજૂએ લેન્ડર્સ પાસેથી 1.2 અરબ ડોલરની ટર્મ લોન સુવિધા મેળવી હતી. ત્યારબાદ લેન્ડર્સ અને બાયજૂ વચ્ચે વિવાદ શરુ થયો. તેમણે ટર્મ લોનની લગભગ 85 ટકા રકમ આપી, બાદમાં કંગાળ થવાની યાચિકા દાખલ કરી.
અહેવાલ અનુસાર, બાયજૂએ કહ્યું છે કે એનસીએલટીની સામે લેન્ડર્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો સમય આધારહીન છે.
હાલમાં જ બાયજૂની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ને ફાઈનેશિલય કંડીશન વિશે જાણકારી આપી હતી. વિત્ત વર્ષ 2021-22માં કંપનીને 6679 કરોડનું નુકશાન થયુ હતુ.
વર્ષ 2020-21માં નુકશાન 4143 કરોડ હતુ. આ નુકશાન સતત વધતુ ગયુ.