
બાદમાં જિંગને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે તેનું મૃત્યુ અપૂરતી ઊંઘને કારણે આવેલા હાર્ટ અટેકથી થયું હોવાનુ સામે આવ્યુ છે. મોડી રાત સુધી ગેમ રમીને પણ વહેલાં સ્કૂલે જવાનાં રૂટિનમાં તેનાં શરીરને પૂરતો આરામ ન મળ્યો હોવાથી તેનું અકાળે મૃત્યુ થયું છે.

આ પહેલા થાઈલેન્ડના એક કિશોરનું પણ કોમ્પયુટરમાં સતત ગેમ રમવાને કારણે મૃત્યુ થયુ હતુ,ઉપરાંત 2017માં પોપ્યુલર ટ્વિટર ગેમરનું પણ મોત થયુ હતુ, જે 24 કલાકનું ગેમિંગ મેરોથોન કરતો હતો અને લાઈવ સ્ટ્રીમ દ્વારા ઘણા ફાઉન્ડેશનની મદદ પણ કરતો હતો.