શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ-શનિવાર નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત 30 ડિસેમ્બરના રોજ શાનદાર શણગાર કરવામાં આવ્યો હતો.
દાદાને દિવ્ય શણગારમાં ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ,શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત,રામાયણ વગેરે ગ્રંથો ધરાવવામાં આવ્યા હતા.
સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.
Published On - 5:23 pm, Sat, 30 December 23