
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યશની સતત વૃદ્ધિ થાય અને ઈશ્વર તેમના ધારેલા દરેક કાર્ય સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મહાદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા 1 કિલોનો એક એવા 73 લાડુ ભોગ લગાવવામાં આવ્યા હતા.

સંધ્યા સમયે સોમનાથ મહાદેવને દીપમાળાથી શોભિત કરાશે.

મહાદેવને ભોગ ધારવાયેલા આ લાડુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે મનો દિવ્યાંગોને, દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ ખાતે અતી બીમાર ગૌમાતાઓને તેમજ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાને પ્રસાદ સ્વરૂપે ખવડાવવામાં આવ્યા હતા.

PM મોદીના જન્મદિને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે ભારત માટે લખેલી કવિતા PM મોદીને સમર્પિત કરી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath